આ એ જ વીરાંગના છે જેની આપણને આવશ્યક્તા છે. આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ એ જ દેવીની. તે જ ધર્મનું રક્ષણ કરશે. તે જ આપણું રક્ષણ કરશે. ભારત. ઈસાપૂર્વ 3400 ભારત વિભાજનો, તિરસ્કાર અને ગરીબીથી ખદબદી રહ્યું છે. લોકો પોતાના શાસકોને ધિક્કારે છે. લોકો તેમના ભ્રષ્ટ અને સ્વાર્થી ઉમરાવોને તિરસ્કારે છે. અરાજક્તા ફેલાવા માટે એક તણખો જ ઝરવાની વાર છે. લંકાનો રાક્ષસ રાજા રાવણ વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને દુદ...