રામરાજ્ય. આદર્શ ભૂમિ. પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી પડે છે. તેમણે એ કિંમત ચૂકવી છે. 3400 ઈસાપૂર્વ, ભારત. અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધથી કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનુ સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને...