આ પુસ્તકનાં પાનાંઓને નવા જમાનાની હવા લાગી ગઈ છે. ફ્રેન્ડશિપ, લવ મેરેજ, સેક્સ, ફેશન, બ્યૂટીકોન્ટેસ્ટ, પોપમ્યુઝિક અને ડિસ્કોદાંડિયાને અહીં ઉત્સાહથી આવકાર છે. તો કૃષ્ણ અને ગાંધી પણ ભુલાયા નથી. દેશ પરદેશના અવનવા રોલ મોડેલ્સની અહીં ઝલક છે. તો દિવાલીના તહેવારથી માંડીને હિન્દુસ્તાનીઓની હાઈટ સુધીની બાબતોમાં આવેલા પરિવર્તનનું પ્રતિબિંબ છે. જીવનના પરોઢને સ્પર્શતા વિષયો કરિઅર, સુપરહીરો, પ્રવાસ, માર્કેટિંગ, ઇ...