"રેતપંખી એક અત્યંત સંવેદનશીલ નવલકથા છે જેની પરથી ટેલિવિઝન પર સુંદર સિરીયલ બની હતી 'બંદિની' તેમજ તેના પરથી નાટકના પણ ઘણા શોઝ થયા હતા.
કેટલીક વ્યક્તિઓનાં નિયતિએ ભાગ્યલેખ એવા લખ્યા હોય છે કે હંમેશા બીજાની વેદનાનો ક્રોસ પોતાને ખભે ઉંચકી તેણે જીવનપંથ કાપવો પડે છે .
સુનંદા નાના ગામમાં માતાપિતા વિના કાકાને ત્યાં ઉછરીને મોટી થતી હોય છે. કાકા સાધુપુરુષ ,અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ .એમને મન પોતાની પૂત્રી તારા...