"નારીનાં જીવનને નદીની ધારાની જેમ બે કિનારા છે ,પિતાનું ઘર અને પતિનું ધર . પિતાને ઘરે એ પારકી થાપણ છે અને પતિને ઘરે એ આશ્રિતા છે. ઘરની નેમપ્લેટથી માંડી ઘરનાં વાસણો પર પણ પતિનું નામ કંડારાયેલું છે.
પરંતુ અશુમીને ત્રીજા કિનારાની શોંધ છે .એવા ઘર , એવા જીવનની તલાશ છે જે એનું પોતીકું હોય ,જ્યાં એ પતિ સાથે સખ્યભાવથી અને મોકળાશથી જીવી શકે.
નીલ એનું એક્સ્ટ્રા મારીટલ અફેર સ્વીકારી લેવા અશુમીને કહે છે , પણ અ...