આ પુસ્તક મસ્તિષ્કના આધારભૂત સત્યોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન છે. જીવન અને મસ્તિષ્કના આધારભૂત નિયમોને રોજબરોજની સરળ ભાષામાં સમજાવવા પૂરી રીતે શક્ય છે.
એક મનુષ્ય દુઃખી કેમ હોય છે? બીજો ખુશ કેમ હોય છે? એક મનુષ્ય સુખી અને સમૃદ્ધ કેમ હોય છે? બીજો ગરીબ અને દુઃખી કેમ હોય છે? એક મનુષ્ય ભયભીત અને તણાવગ્રસ્ત કેમ હોય છે? બીજો આસ્થાવાન તથા આત્મવિશ્વાસી કેમ હોય છે? એક મનુષ્યની પાસે સુંદર, વૈભવી બંગલો કેમ ...