" વર્ષા અડાલજા ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ વાર્તાકાર છે. તેઓ સ્વાતંત્ર્યસેનાની ,લેખક ,પત્રકાર ગુણવંતરાય આચાર્યનાં પૂત્રી છે ,કલમ તેમને વારસામાં મળી છે. શૈશવથી ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ કરી હતી,બે મહિલા સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું .
' શગ રે સંકોરું તેમની યશોદાયી નવલકથા છે. વડસાવિત્રીમાં વડને સૂતરને તાંતણે વીંટતી સ્ત્રી પોતે પણ સંસારનાં અનેક તાણાવાણાથી બંધાતી જાય છે.
વસંત અને તેના પતિનું સુખી ...