અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લે...