'પુષ્પદાહ' એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ
નવલકથા 'ડોક્યુ-નોવેલ' એટલે કે 'દસ્તાવેજી નવલકથા' છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની
મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ
થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડ...