"આ એક રહસ્યકથા છે પણ સાથે કૌટુંબિક સંબંધો અને લાગણીના તાણાંવાણાંથી ગુંથાયેલી પારિવારિક પ્રેમની ,પિતા પૂત્રીનાં સંબંધોની લાગણી સભર કથા પણ છે.
નીલિમા અને સુધાકરનાં સ્નેહલગ્ન છે અને એમના લગ્નની પ્રથમ વેડિંગ એનીવર્સરી છે. બંનેએ ખૂબ ઉત્સાહથી એનીવર્સરી સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું છે. સુધાકર ઓફિસેથી વહેલું કામ પૂરું કરી નીકળી જાય છે, હોંશથી ફ્લાવર્સ ખરીદે છે અને નીલિમાનો જ વિચાર કરતાં ટ્રાફિકમાં ડ્રાઇવ...