આજના બાળકો-યુવાનોની વય અનુસાર એકાદ સંહિતા પ્રાપ્ત થાય – એવી કદાચ અસ્તિત્વની માંગ હશે. એ વાત જયભાઈને ચિત્તમાં ઝીલાઈ અને પુસ્તક રૂપે પ્રગટે છે, એને હું નંદ ઘેર આનંદ ભયોને બદલે આનંદ (કૃષ્ણ) ઘેર જશોદાનંદ ભયો એમ માનવા પ્રેરાઉ છું. અકળતા અથવા તો દિશાશૂન્ય સ્થિતિમાં અથડાતા બાળકો – યુવાનો આ ગ્રંથ સાથે યાત્રા કરશે તો પાછા માતા-પિતાની છાયા અને માયાનો અનુભવ કરશે એવી શ્રદ્ધા સ્વસ્થાને છે. પુનઃ એક વાર મારી ખૂબ...