"ગુજરાતી સાહિત્યનાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ ,માનસન્માન જીતનાર આ બૃહદ નવલકથામાં ૧૯૨૨ થી ૧૯૭૫ સુધીનો વિશાળ કથાવ્યાપ છે.નવી સદીની મહા નવલકથા તરીકે વાંચકો અને વિવેચકોએ તેને પોંખી છે
કથાનાં બેકગ્રાઉન્ડમાં સશત્રક્રાન્તિ ,અંગ્રેજો સામે દેશભરમાં ભડકેલી જ્વાળામાંથી એક ચિનગારી લઇને કથા આગળ ચાલે છે.
ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્ર્યસંગ્રામથી શરુ થઇ ,અનેક કાળખંડો વટાવતા જતા સમાજનાં બદલાતા ચહ...