જીવનની સમી સાંજે જીવનસાથી અને જીવનમિત્રને અણધાર્યા રહસ્યમય સંજોગોમાં ગુમાવવાની વેદના સાથે-સાથે પોતાના જ સંતાનો, સમાજ અને આખી સિસ્ટમ સાથે માથા પછાડવાની પીડા ભોગવી રહેલી એક સશક્ત નારીનું આલેખન કરતી આ નવલકથામાં માનવસ્વભાવ અને સમાજનું પ્રતિબિંબ ઝીલાયું છે. કથા કાલ્પનિક હોવા છતાં એના પાત્રો અને ઘટનાઓને જિંદગીની વાસ્તવિકતા સાથે સીધો સંબંધ છે.